History of Gujarat - ગુજરાતનો ઈતિહાસ


ગુજરાતનો ઈતિહાસ

(Scroll Down to Read in English)

ગુજરાત એ ભારત (ઇન્ડિયા)ના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય છે. "ગુજરાત" નામ "ગુજર" ઉપરથી પડ્યું છે. "ગુજર" એ "ગુજ્જર" જાતિના લોકોની ભૂમિ હતી. ગુજ્જર લોકો એ ઈ.સ. ૭૦૦ - ૮૦૦ દરમ્યાન ગુજરાતમાં રાજ કર્યું હતું. ગુજ્જરો ગુજરાતના સૌ પહેલા વસાહતીઓ હતા. તેઓ ભારત (ઇન્ડિયા), પાકિસ્તાન, અફઘાનિસ્તાનની વિચરતી જાતિના હતા.

પ્રાચીન ગુજરાતમાં મૌર્ય વંશનું રાજ હતું. ત્યાર બાદ, ચાવુરા, સોલંકી અને બઘીલાહ રાજ વંશના રાજાઓ એ ગુજરાતમાં રાજ કર્યું.

આશરે ઈ.સ. ૯૦૦માં સોલંકી વંશના રાજાઓ એ સત્તા સંભાળી. સોલંકી રાજાઓના રાજમાં ગુજરાતની ઘણી પ્રગતિ થઇ. ગુજ્જરો આ સોલંકી વંશના હતા એવું માનવામાં આવે છે કારણકે "પ્રતિહાર", "પરમાર" અને "સોલંકી" એ  ગુજ્જર સામ્રાજ્યના હતા. પ્રાચીન ગુજરાતના છેલ્લા હિંદુ રાજાઓ આ સોલંકી રજપૂતો હતા જેમણે ઈ.સ. ૯૬૦ થી ઈ.સ. ૧૨૪૩ સુધી રાજ કર્યું. ઈતિહાસ કહે છે કે વાઘેલા રાજવંશનો રાજા કર્ણદેવ વાઘેલા ગુજરાતમાં રાજ કરનાર છેલ્લો હિંદુ રાજવી હતો. ઈ.સ. ૧૨૯૭ માં મુસ્લિમ સરદાર અલ્લાઉદીન ખીલજીએ દિલ્હીથી ચઢાઈ કરીને એની સત્તા આંચકી લીધી હતી.

ગુજરાતમાં મુસ્લિમ રાજ લગભગ ૪૦૦ વર્ષ રહ્યું. મોગલોએ લગભગ ૨ સદી સુધી રાજ કર્યું. ત્યાર બાદ ૧૮મી સદીના મધ્યમાં મરાઠાઓ સત્તા પર આવ્યા.

૧૬૦૦-૧૭૦૦ દરમ્યાન ડચ, ફ્રેંચ, અંગ્રેજ અને પોર્ટુગીસ ગુજરાતમાં આવ્યા અને ગુજરાતના સાગર કાંઠા પર અલગ અલગ ઠેકાણે થાણા સ્થાપ્યાં. ઈ.સ. ૧૬૧૪માં ધ બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં એક કારખાનું સ્થાપ્યું અને એ ભારતમાં એમનું પહેલું મથક બન્યું.

અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા મેળવવા માટે સ્વતંત્રતા ચળવળ શરુ થઇ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ક.મા.મુનશી, નરહરિ પરીખ, મહાદેવ દેસાઈ, મોહનલાલ પંડ્યા, ભુલાભાઈ દેસાઈ, રવિશંકર મહારાજ જેવા દિગ્ગજ ગુજરાતી મહાપુરુષોએ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વનો ભાગ ભજવ્યો. સ્વતંત્રતા માટેની કેટલીક મહત્વની લડત ગુજરાતમાં થઇ. ખેડા, બારડોલી, બોરસદ સત્યાગ્રહ અને મીઠા માટેનો સત્યાગ્રહ - દાંડી કુચ દ્વારા ગુજરાત દેશની સ્વતંત્રતા લડતમાં અગ્રેસર બન્યું.

ઈ.સ. ૧૯૪૭માં સ્વતંત્રતા મળી એ પછી ગુજરાતી અને મરાઠી ભાષી પ્રજાનું બોમ્બે (મુંબઈ) દ્વિ-ભાષી રાજ્ય હતું. સંપૂર્ણ ગુજરાતી ભાષી રાજ્ય માટે "મહાગુજરાત" ચળવળ થઇ. ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો પણ સમાવેશ થયો. સદીઓ બાદ ગુજરાત ફરી એકવાર સ્વાયત્ત રાજ્ય બન્યું.



A Brief History of Gujarat

Gujarat is a State in northwestern India. The name Gujarat has come from the Gujara, the land of the Gujjars, who ruled the area during the 700’s and 800’s. The first settlers in the State of Gujarat were Gujjars who happened to be an ethnic group of India, Pakistan and Afghanistan.

Ancient Gujarat was ruled by the Maurya Dynasty. Three royal races of Hindus successively ruled over, namely, the Chawura, Solanki, and Baghilah races.

It was during the 900s that the Solanki Dynasty came to power. Under the Solanki Dynasty, Gujarat reached to its greatest extent. It is believed that the Gujjars belonged to this Solanki Dynasty because Pratiharas, the Paramaras and the Solankis were imperial Gujjars. Ancient Gujarat’s last Hindu rulers were the Solanki clan of Rajputs from 960 AD to 1243 AD. It is also learnt, Karandev of the Vaghela dynasty was the last Hindu ruler of Gujarat and he was overthrown by the superior forces of Allauddin Khilji from Delhi in 1297.

The Muslim rule continued for 400 years. The Mughals ruled for about 2 centuries till the streak was terminated by the Marathas in the mid 18th century.

In 1600’s, the Dutch, French, English and Portuguese – all established bases along the coast of the region acquiring several enclaves along the Gujarati coast, including Daman and Diu as well as Dadra and Nagar Haveli. The British East India Company established a factory in Surat in 1614, which formed their first base in India.

A new era began with the Independence movement started by leaders like Mohandas Karamchand Gandhi, Sardar Vallabhbhai Patel, Morarji Desai, K.M. Munshi, Narhari Parikh, Mahadev Desai, Mohanlal Pandya, Bhulabhai Desai and Ravi Shankar Vyas all who hailed from Gujarat. Gujarat became a place for some of the most popular revolts, including the Satyagrahas in Kheda, Bardoli, Borsad and the Salt Satyagraha.

After the Independence, in 1948, a Mahagujarat conference took place to integrate the entire Gujarati speaking population under one administrative body and on May 1, 1960, the Bombay State split into the states of Maharashtra and Gujarat. The term ‘Mahagujarat’ encompassed the whole Gujarati speaking area including Gujarat, Saurashtra and Kutchh. For the first time after the Sultanate, Gujarat was once again autonomous.

No comments: