History of Gujarati Language - ગુજરાતી ભાષાનો ઈતિહાસ


ગુજરાતી ભાષાનો ઈતિહાસ

(Scroll Down to Read in English)

ગુજરાતી એ ગુજરાત રાજ્યમાં બોલાતી મુખ્ય ભાષા છે. આ નામ "ગુર્જર કે ગુજર" લોકો પરથી પડ્યું છે જેઓ આશરે ૫મી સદીમાં ગુજરાતમાં આવીને વસ્યા હતા. ગુજરાતી એ ભારતીય-આર્યન કુળની ભાષા ગણાય છે કે જે ભારતીય-યુરોપિયન સમુદાયની છે. ભારતની મુખ્ય ૨૨ ભાષાઓમાં ગુજરાતીનું સ્થાન છે. દુનિયામાં સૌથી વધુ બોલાતી સ્થાનિક ભાષાઓમાં ગુજરાતી ભાષા ૨૬મા ક્રમે આવે છે. દુનિયાભરમાં વસતા ૫ કરોડથી વધુ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલે છે.

ગુજરાતી ભાષાના મોટા ભાગના શબ્દો સંસ્કૃત ભાષામાંથી લીધા છે. સંસ્કૃતમાં અક્ષરની ઉપર આડી લીટી હોય છે જે ગુજરાતી ભાષાના શબ્દમાં નથી હોતી. "ભારતના રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "ભારતના લોખંડી પુરુષ" સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા ગુજરાતી હતી.

ગુજરાતી ભાષાનો ઈતિહાસ તપાસતાં ૧૨મી સદીથી માહિતી મળે છે. એને મુખ્યત્વે ૩ સમયગાળામાં વહેંચી શકાય: પ્રાચીન સમયની, મધ્યની અને અર્વાચીન.

પ્રાચીન સમય - ઈ.સ. ૧૦-૧૪નો સમયગાળો પ્રાચીન સમયનો ગણી શકાય. ગુજરાતમાં આવીને વસેલા પારસીઓ સંસ્કૃત શીખ્યા પરંતુ સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઘટતો જતો હોવાથી એમણે એમના "અવેસ્તાન" અને "પાહલવી"ના લખાણનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.

મધ્ય સમય - ઈ.સ. ૧૫ થી ૧૭મી સદીનો સમયગાળો ગુજરાતી ભાષાનો મધ્ય સમય કહી શકાય. એ સમય દરમ્યાન મુસ્લિમ રાજ્યકર્તાઓ હોવાથી ઉર્દુ અને ફારસી ભાષાઓનો વધુ પ્રભાવ થયો હતો અને કચેરીઓમાં પણ આ ભાષાઓ વપરાતી. પરંતુ સુરત શહેર આસપાસ વસતા પારસીઓએ ગુજરાતીમાં બોલવાનું ચાલુ રાખ્યું અને એમણે ધાર્મિક પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ ભાષામાં સંસ્કૃત, ફારસી અને સ્થાનિક સ્તરે બોલાતી ગુજરાતી ભાષાના ઉચ્ચારો હતા.

અર્વાચીન સમય - ૧૭મી સદીથી ગુજરાતી ભાષાનો અર્વાચીન સમય શરુ થયો એમ કહી શકાય. અંગ્રેજોના આગમન પછી ગુજરાતી ષામાં "બ્રિટીશ-રોમન" ઢબની છાંટ આવવા લાગી અને ગુજરાતી ભાષાના આધુનિકરણની શરૂઆત થઇ.

૧૯મી સદીના ઉત્તરાધમાં લખાયેલ ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓ:

પ્રથમ રોજનીશી (નિત્યનોંધ) - લેખક દુર્ગારામ મહેતાજી (ઈ.સ. ૧૮૪૦)
પ્રથમ નિબંધ - લેખક નર્મદાશંકર લાલશંકર દવે (ઈ.સ. ૧૮૫૧)
પ્રથમ નવલકથા - લેખક નંદશંકર મહેતા (ઈ.સ. ૧૮૬૬)
પ્રથમ આત્મકથા - લેખક નર્મદાશંકર લાલશંકર દવે (ઈ.સ. ૧૮૬૬)

ઈ.સ. ૧૫૯૨માં મળેલ એક લેખપત્ર એ ગુજરાતી ભાષામાં લખાયેલ સૌથી જુનું લખાણ ગણાય છે. ઈ.સ. ૧૭૯૭માં ગુજરાતી ભાષા લિપી શોધાઈ. છેક ૧૯મી સદી સુધી તેનો મુખ્ય ઉપયોગ પત્રો લખવામાં અને હિસાબ લખવામાં થતો હતો. સાહિત્ય અને શિક્ષણ માટે દેવનાગરી લિપીનો ઉપયોગ થતો હતો.

ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં ગુજરાતી ભાષા અલગ ઢબથી બોલાતી:

પ્રમાણિત ગુજરાતી - સૌરાષ્ટ્રની ગુજરાતી, નાગરી, બોમ્બે(મુંબઈ)ની ગુજરાતી, પાટનુલી
ગામડાની ભાષા - ગ્રામ્ય, સુરતી, અનાવલા, બ્રથેલા, ઉત્તર ભરૂચની ગુજરાતી, ચરોતરી, પાટીદારી, વડોદરી, અમદાવાદી, પાટણી, પારસી
કાઠીયાવાડી - ઝાલાવાડી, સોરઠી, હાલારી, ગોહીલવાડી, ભાવનગરી, ખારવા, કાકારી, ત્રિમુકી - ઘીસાડી

ગુજરાતી સાહિત્યને પણ મુખ્યત્વે ૩ સમયગાળામાં વહેંચી શકાય:

સૌપ્રથમ સાહિત્ય જૈન મુનીઓ-લેખકો દ્વારા લખાયેલ જેના ૩ પ્રકાર હતા - રસ, ફાગુ, વિલાસ
ત્યારબાદ ૧૬મી સદીમાં બે પ્રખ્યાત કવિઓ નરસિંહ મહેતા અને ભલાણાએ મુખ્યત્વે ભક્તિ સભર સાહિત્ય આપ્યું.
૧૭ અને ૧૮મી સદી દરમ્યાન ૩ મહાન કવિઓ થઇ ગયા - અક્ષયદાસ-અખો (૧૫૯૧-૧૬૫૬), પ્રેમાનંદ ભટ્ટ (૧૬૩૬-૧૭૩૪) અને શ્યામલદાસ ભટ્ટ-શામળો (૧૬૯૯-૧૭૬૯)

૧૯મી સદીની શરૂઆતથી અર્વાચીન ગુજરાતી સાહિત્યનું વર્ચસ્વ વધ્યું. કવિ દલપતરામ અને નર્મદ એના પ્રણેતા હતા. ભોળાનાથ સારાભાઇ, નરસિંહરાવ દિવેટિયા, મણિશંકર રતનજી ભટ્ટ અને બળવંતરાય ઠાકોરએ પણ ઘણું યોગદાન આપ્યું. કવિ નાનાલાલ ૨૦મી સદીના મહાન કવિ હતા. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં મનસુખરામ ત્રિપાઠી, નવલરામ, ક.મા.મુનશી અને મહાત્મા ગાંધીએ પણ સારું સાહિત્ય આપ્યું.



History of Gujarati Language

Gujarati is the official language of the State of Gujarat. The language is named after the Gurjar/Gujar community people who are said to have settled in the region sometime in the middle of the 5th century C.E.The language is actually a part of the Indo-Aryan family which is a branch of the Indo-European languages. It also comes under one of the 22 official languages recognized by the Government of India.Gujarati language stands at the 26th position among the most spoken native language in the world and more than 5 million people speak Gujarati through out the world.

Most of the words in Gujarati are taken from Sanskrit.

The history of the language can be traced back to 12th century CE and can be divided into three periods namely the old, middle and the modern period.

The Old Period


The Old Period belongs to the 10th-14th century and it was during this time the Parsis learned Sanskrit. After this they translated most of their religious text belonging to the Middle Persian versions into Sanskrit. But soon after when the Muslim rulers took over Gujarat, the people studied Arabic and Persian language which led to the decline of Sanskrit studies. As Sanskrit was slowly loosing its use, the texts of Avestan and Pahlavi were translated into Gujarati.

The Middle Period

The Middle Period which takes over the period between 15th to 17th centuries witnessed Gujarati being strongly influenced by Persian and Urdu which also became the court language at that time. But however in the nearby villages of Gujarat like Surat, the Parsis used the Gujarati language to speak. They translated religious texts into Gujarati, which had traces of Sanskrit, Persian and local dialects.

Modern Period

The period of the 17th century takes up the era of the Modern Period during which there started a move in a quiet, stealthy way of the British Romanticism and styles and thus the language of Gujarati was slowly getting Westernized.It was during this time the British was slowly trying to establish themselves in India. The modern Gujarati having consonant final words was developed in this period. The people were very much influenced by the structural peculiarities of the English language and they started using it in their own language. Some of the renowned works during the end of the 19th century in Gujarati languages are

  • 1840 - Personal diary composition: Nityanondh, Durgaram Mahetaji.
  • 1851 - First essay: Narmada Shankar Lalshankar Dave.
  • 1866 - First novel: Nandashankar Mehta.
  • 1866 - First autobiography: Narmada Shankar Lalshankar Dave.

A manuscript belonging to 1592 believed to be the oldest known document in the Gujarati script has also been found. In 1797 it got its first appearance in print and it was used mainly for writing letters and keeping accounts till the 19th century whereas for literature and academic writings the Devangiri script was used. But now the Gujarati script is used for writing Gujarati as well as Kutchi is Abugida which is derived from the Nagari Writing system. Devnagari script slightly varies from that of the Gujarati script by the absence of horizontal line running above the letters. This can be written in Arabic as well Persian Scripts which is still followed by natives in Kutch district of Gujarat. But the dialects keep slightly varying from in different areas like :

  • Standard Gujarati – Saurashtra Standard, Nagari, Bombay Gujarati, Patnuli
  • Gamadia – Gramya, Surati, Anawla, Brathela, Eastern Broach Gujarati, Charotari, Patidari, Vadodari, Ahmedabad Gamadia, Patani Parsi
  • Kathiyawadi – Jhalawadi, Sorathi, Holadi, Gohilwadi, Bhavnagari,Kharwa,Kakari Tarimuki – Ghisadi

The literature of Gujarati can again be divided into three periods where the earliest writings was mostly by the Jaina authors which took three forms namely the Rasas, Phagus and Vilasas.The rasas were long poems which were heroic, romantic or narrative in nature. Some of the poems which comes under this category are:
  • Salibhadra Suri's Bharatesvara Bahubalirasa (1185 AD)
  • Vijayasena's Revanagiri-rasa (1235 AD)
  • Ambadeva's Samararasa (1315 AD)
  • Vinayaprabha's Gautama Svamirasa (1356 AD)
  • Sridhara's Ranamalla Chanda (1398 AD)
  • Merutunga's Prabodhachintamani Padmanabha's Kanhadade Prabandha (1456 AD)
  • Bhima's Sadayavatsa Katha (1410 AD).
The phagus are poems which depict the joyous nature of the spring festival.Some of them are:
  • Rajasekhara's Neminatha-phagu (1344 AD)
  • Gunavanta's Vasantha-vilasa (1350 AD)
  • Vinayachandra's Neminatha Catuspadika (1140 AD)

Coming to prose, some famous works are:
  • Tarunaprabha's Balavabodha (1355 AD)
  • Manikyasundara's Prithvichandra Charita (1422 AD)

The next century namely the 16th was strongly influenced by the Bhakti movement.The two renowned poets of this period were Narsimha Mehta and Bhalana where the former wrote spiritual and mystical poems.Some his exceptionally good ones are Govinda Gamana,Surata Sangrama,Sudama Charitra and Sringaramala.Some of Bhalana's work include Dasama Skandha, Nalakhyana, Ramabala Charitra and Chandi Akhyana.It was during the 16th century Ramayana,Bhagwad Gita,Yogavashistha and the Panchatantra were all translated into Gujarati.

Courtesy Indian Mirror

No comments: