આ બ્લોગ વિષે

ગુજરાતી વારસો જાળવી રાખવાનો પ્રયાસ

આ બ્લોગના મુખ્ય ૨ હેતુઓ છે:

૧. ગુજરાત બહાર રહેતા તેમજ ગુજરાતમાં રહેતા પરંતુ Central Boardમાં ભણતા ગુજરાતી બાળકને  ગુજરાતનો પરિચય કરાવીએ. - ગુજરાત, ગુજરાતના મહાનુભાવો, વૈજ્ઞાનિકો, ગુજરાતનો ઈતિહાસ, સ્થળો વિ. વિષે સરળ માહિતી અહીં આપીએ. બાળકોને ગુજરાતી શીખવા મળે, બાળ કાવ્યો/બાળ વાર્તાઓ વાંચવા મળે એ માટે અહીં જરૂરી Material મુકતા રહીશું. We will also put information in English so children not knowing Gujarati can also read and know more about Gujarat.

૨. બાળકોને પ્રોત્સાહિત કરવા બાળકોની ગુજરાતી પ્રતિભા અહીં share કરીશું જેથી વિશ્વના જુદા જુદા સ્થળે રહેતા ગુજરાતી બાળકો અહીં એક Platform ઉપર ભેગાં મળે. ગુજરાત અને ગુજરાત બહાર વસતા બાળકો માટે એમને ગુજરાતી વિષે જે Exposure મળ્યું છે તે ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્તરની સ્પર્ધાઓનું (ગુજરાતી બોલવાની/વાંચવાની/લખવાની) આયોજન કરતા રહીશું અને પ્રોત્સાહક ઇનામો આપતાં રહીશું. ભાગ લેનાર બાળકને સારા પુસ્તકો પણ આપીશું.

ગુજરાતી ભાષાનો મહિમા (ઉમાશંકર જોશી)
    જે જન્મતાં આશીષ હેમચંદ્રની,
નરસિંહ-મીરાં-અખા તણે ચડી ઉમંગે,
    દ્રઢાયુ ગોવર્ધનથી બની જે,
અર્ચેલ કાન્તે દલપતપુત્રે,
    તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા,
ગાંધીમુખે વિશ્વ માંગલ્યગાત્રે

એક સંશોધન મુજબ ગુજરાતી ભાષા વિશ્વની સૌથી સુરક્ષિત ૨૦ ભાષાઓમાં સ્થાન ધરાવે છે. જેને હજી ૧૦૦ વર્ષ સુધી કોઈ જ ખતરો નથી. આવનાર નવી પેઢીઓ ગુજરાતી ભાષાનો વારસો યોગ્ય રીતે જાળવી શકશે તો અનેક સદીઓ સુધી સુરક્ષિત રહેશે.

સમયના વહેણ સાથે ગુજરાતી માતૃભાષાનો અમુલ્ય વારસો વિસરાતો જાય છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગુજરાત બહાર વસી રહ્યા છે. આવા ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ અને એમના બાળકો ગુજરાતી વારસો વિસરી રહ્યા છે. અરે, ગુજરાતમાં જ રહેતા ગુજરાતી બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોવાથી ગુજરાતી માતૃભાષાના અમુલ્ય વારસાથી વંચિત રહે છે. હવે તો જાણે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો જ ગુજરાતી માધ્યમમાં ભણે છે.

નવી પેઢીનાં બાળકો ગુજરાતીથી વિમુખ થઈ રહ્યા છે. આપણે કોઇને જબરદસ્તીથી ગુજરાતી શીખવા ફરજ ન પાડી શકીએ. પરંતુ બાળકોને સરળ ગુજરાતી આવડે એટલો પ્રયત્ન જરુર કરીએ. ઘરમાં ગુજરાતીમાં જ વાતચીત કરીએ. અન્ય ગુજરાતી ભાષી મળે ત્યારે ગુજરાતીમાં જ વાતચીત કરીએ. સરળ ગુજરાતીમાં English ઉચ્ચારો સાથે Translation કરીને બાળ કાવ્યો, વાર્તાઓ, ઊખાણા વિગેરે લખી બાળકોને એ વંચાવીને સરળ ગુજરાતી શીખવા પ્રોત્સાહિત કરીએ

બાળકોને ગુજરાતી શીખવા મળે, બાળ કાવ્યો/બાળ વાર્તાઓ વાંચવા મળે એ માટે અહીં જરૂરી Material મુકતા રહીશું. બાળકોને પ્રોત્સાહિત કરવા બાળકોની ગુજરાતી પ્રતિભા અહીં share કરીશું જેથી વિશ્વના જુદા જુદા સ્થળે રહેતા ગુજરાતી બાળકો અહીં એક Platform ઉપર ભેગાં મળે. ગુજરાત અને ગુજરાત બહાર વસતા બાળકો માટે એમને ગુજરાતી વિષે જે Exposure મળ્યું છે તે ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્તરની સ્પર્ધાઓનું (ગુજરાતી બોલવાની/વાંચવાની/લખવાની) આયોજન કરતા રહીશું અને પ્રોત્સાહક ઇનામો આપતાં રહીશું. ભાગ લેનાર બાળકને સારા પુસ્તકો પણ આપીશું.

બાળકને ગુજરાતનો પરિચય કરાવીએ - ગુજરાત, ગુજરાતના મહાનુભાવો, વૈજ્ઞાનિકો, ગુજરાતનો ઈતિહાસ, સ્થળો વિ. વિષે સરળ માહિતી અહીં આપીએ. We will also put information in English so children not knowing Gujarati can also read and know more about Gujarat.

ગુજરાતમાં રમાતી ઘણી બાળ રમતો એવી છે કે જેના વિષે ગુજરાત બહાર રહેતાં બાળકો જાણતા નથી. "નદી કે પર્વત", "નદી કિનારે ટમેટું", "પ્રાણી કે પંખી દોડે/ઉડે", "કેપ્ટન કેપ્ટન Sign બદલ", "નાગોલ્ચું", "આટા પાટા", "ચોર પોલીસ", "થપ્પો" જેવી બાળ રમતો વિષે અહીં માહિતી આપીશું.

ગુજરાત, ગુજરાતના ઈતિહાસ, ગુજરાતી ભાષાને સ્પર્શતાં પુસ્તકો અને માહિતી વિ. વાંચવા/જાણવા જેવું share કરતા રહીશું. ઉપયોગી ગુજરાતી સાઈટ્સ પણ share કરીશું.

નવી પેઢીનાં બાળકો ને માતૃભાષા ગુજરાતી માટે અને ગુજરાતની સારી બાબતો જાણવા માટે ખરેખર શું વધારે રસપ્રદ (Interesting) રહેશે તે આ બાળકોને જ નક્કી કરવા દઈએ અને એ રીતે એમની પાસેથી સુચનો લઈને આ સાઇટને વધારે ઉપયોગી બનાવીએ. આના માટે અમને એક સર્વેમાં Help કરો: Please mention your Name, Parents’ Name, Age, Address, Can Speak / Read / Write Gujarati?, Would be interested to learn Gujarati?, What would you like to know about Gujarati / Gujarat, What you would like to have on this site? Please Email to advait_sys@hotmail.com

 સપ્રેમ આભાર,
તુષાર જ. અંજારિયા